કર્મવીર ની આરાધના 



આથમતા સૂર્ય ને કદી નમન નથી 
ચંદ્રની આજુ બાજુ પરિભ્રમણ નથી 
વીરતા ની તો બધી વાર્તા જ સારી 
સત્ય સમજનારા નું દેશે જીવન તારી

પ્રબળ મનુષ્ય ને નથી સત્તા વાહલી
તેને તો ફક્ત રાખવી વાચા જાળવી 
ધન અને સંપત્તિ વધે છે એની બમણી 
માનસિક સ્થિતિ રહે છે તેની નમણી

પગ પગ ચાલવું રાખી હસતું મુખડું 
સુખનો લાગશે વાયરો, રહે નહિ દુખડું
સત્ય જાણવાની મેહનત પ્રયત્ન ન કરો 
શ્રમ કરો તમે પોતેજ અભંગ સત્ય બનો 

જગત હંમેશા કરે છે ઉગતા સૂર્ય નેજ પ્રણામ 
રાવણ હતો બળવાન, પણ પૂજાય ફક્ત રામ 
તો આતમરામ મારા સાંભળો મારી આ વાત 
હસો અને સાંભળો જીભ, રહેશે તમારો થાટ

ધ્યય રાખો પ્રબળ, કરો હંમેશા સારા કામ 
શીખો વાપરતા ધ્યય માટે દંડ, દામ, સામ 
જીવાત્મા ને સાંભળતા જ થશે સારું નામ 
કારણ કે આથમતા સૂર્ય ને નથી પ્રણામ ..

--ધ્રુવ પંડ્યા 
૩૦/૧૧/૨૦૧૯ 

Comments

Popular posts from this blog

શોધ

મન મારુ હર્ષાય